-->
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18: ભાવવૃદ્ધિના કારણો (મોંઘવારી) + 30 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18: ભાવવૃદ્ધિના કારણો (મોંઘવારી) + 30 MCQ

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ - ધોરણ 10

પ્રકરણ 18: ભાવ વધારો (મોંઘવારી) અને તેના કારણો

ચાર્ટ: ભાવવૃદ્ધિના કારણો

ભાવ વધારો (Price Rise / Inflation) એટલે શું?
દેશના અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતા સતત અને એકધારા વધારાને 'ભાવવૃદ્ધિ' (મોંઘવારી) કહે છે. ભાવ વધારો એ અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે, કારણ કે તેનાથી નાણાંની ખરીદશક્તિ ઘટે છે.

સરળ નિયમ: માંગ વધે અને પુરવઠો (Supply) ઘટે = ભાવ વધે!

1
નાણાંના પુરવઠામાં વધારો (Increase in Money Supply)

લોકો પાસે જ્યારે વધારે પૈસા આવે છે, ત્યારે તેઓ વધુ વસ્તુઓ ખરીદવા જાય છે (માંગ વધે છે). પણ સામે એટલી વસ્તુઓ બજારમાં હોતી નથી, તેથી ભાવ વધે છે. નાણાંનો પુરવઠો ૩ રીતે વધે છે:

  • ખાદ્ય પુરવણી: સરકાર પોતાના ખર્ચને પહોંચી વળવા નવી નોટો છાપે છે.
  • ધિરાણ નીતિ: બેન્કો ઓછા વ્યાજે લોન આપે છે, જેથી લોકો વધુ લોન લે છે અને પૈસા બજારમાં ફરે છે.
  • આવકમાં વધારો: લોકોના પગાર વધવાથી તેમની ખરીદશક્તિ વધે છે.

2
વસ્તી વધારો (Population Growth)

ભારતમાં દર વર્ષે વસ્તીમાં ઝડપી વધારો થાય છે (લગભગ 1.9% નો દર).

  • વધુ લોકો એટલે અનાજ, કપડાં, મકાન અને અન્ય વસ્તુઓની વધુ માંગ (Demand).
  • બજારમાં વસ્તુઓ એટલી ઝડપથી બનતી નથી જેટલી ઝડપથી વસ્તી વધે છે. માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાતા ભાવો આસમાને પહોંચે છે.

3
નિકાસમાં વધારો (Increase in Exports)

સરકાર વિદેશી હૂંડિયામણ (Foreign Currency) કમાવવા માટે દેશની વસ્તુઓ વિદેશમાં મોકલે (નિકાસ કરે) છે.

  • જે વસ્તુઓ વિદેશ જાય, તેની દેશના સ્થાનિક બજારમાં અછત (Shortage) ઊભી થાય છે.
  • અછત ઊભી થવાથી ભારતના લોકોને તે વસ્તુઓ ઊંચી કિંમતે (મોંઘા ભાવે) ખરીદવી પડે છે. (દા.ત. ડુંગળીની નિકાસ વધે તો ભારતમાં ડુંગળી મોંઘી થાય!).

4
કાચા માલની ઊંચી કિંમત (High Price of Raw Materials)

કોઈપણ વસ્તુ બનાવવા માટે કાચા માલ (Raw material) ની જરૂર પડે છે. જો કાચો માલ મોંઘો થાય, તો બનતી વસ્તુ પણ મોંઘી જ થાય.

  • દા.ત. જો કપાસ મોંઘો થાય, તો કાપડ મોંઘું થાય. જો ક્રૂડ ઓઈલ (પેટ્રોલિયમ) મોંઘું થાય, તો ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થાય અને બધી જ વસ્તુઓના ભાવ વધે છે.
🧠 Memory Hack (શોર્ટ ટ્રીક):
પહેલા 4 કારણો યાદ રાખવા: "ના-વ-નિ-કા"
ના = નાણાંનો પુરવઠો, = વસ્તી વધારો, નિ = નિકાસ, કા = કાચો માલ.

5
કાળાબજાર અને સંગ્રહખોરી (Black Marketing & Hoarding)

કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે વસ્તુઓનો સંગ્રહ (ભેગી) કરી લે છે અને બજારમાં કૃત્રિમ અછત (Artificial Scarcity) ઊભી કરે છે.

  • સંગ્રહખોરી: ભવિષ્યમાં વસ્તુના ભાવ વધશે તેવી અફવા ફેલાય ત્યારે લોકો અને વેપારીઓ વસ્તુઓ સંતાડી દે છે.
  • કાળાબજાર: જ્યારે બજારમાં વસ્તુ નથી મળતી ત્યારે વેપારીઓ છૂપી રીતે ખૂબ ઊંચા ભાવે તે વસ્તુ વેચે છે, જેને કાળાબજાર કહેવાય છે. (દા.ત. તહેવારોમાં તેલ કે ખાંડના ડબ્બાના ભાવ અચાનક વધી જવા).

6
સરકાર દ્વારા ભાવવધારો (Administered Price Rise)

ક્યારેક સરકાર પોતે જ કેટલીક વસ્તુઓના ભાવ વધારે છે, જેની અસર આખા અર્થતંત્ર પર પડે છે.

  • ઉદાહરણ: સરકાર પેટ્રોલિયમ પેદાશો (પેટ્રોલ, ડીઝલ, ગેસ) ના ભાવો વધારે છે.
  • જ્યારે ડીઝલ મોંઘું થાય ત્યારે વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન) નો ખર્ચ વધે છે, જેથી બજારમાં આવતી શાકભાજીથી લઈને તમામ વસ્તુઓના ભાવ આપોઆપ વધી જાય છે. આ ઉપરાંત ખેતપેદાશોના ટેકાના ભાવો (MSP) વધારવાથી પણ મોંઘવારી વધે છે.

7
કુદરતી અને માનવસર્જિત પરિબળો (Natural & Man-made Factors)

અચાનક આવતી આફતો પણ વસ્તુઓના પુરવઠા (Supply) ને ઘટાડી દે છે અને ભાવ વધારે છે.

  • કુદરતી પરિબળો: અતિવૃષ્ટિ (વધુ વરસાદ), દુષ્કાળ, ભૂકંપ કે રોગચાળો. આનાથી ખેતીનો પાક નાશ પામે છે અને ઉત્પાદન ઘટે છે.
  • માનવસર્જિત પરિબળો: યુદ્ધ, હડતાલ, રમખાણો કે તાળાબંધી. આના લીધે ફેક્ટરીઓ બંધ રહે છે અને ઉત્પાદન અટકી જાય છે, પણ લોકોની માંગ તો ચાલુ જ રહે છે, તેથી ભાવ વધે છે.

8
કરવેરા નીતિ (Taxation Policy)

સરકારની પરોક્ષ કરવેરા (Indirect Taxes) ની નીતિ પણ ભાવ વધારા માટે જવાબદાર છે.

  • જ્યારે સરકાર વસ્તુઓ પર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કે એક્સાઈઝ ડ્યૂટી જેવા કરવેરા વધારે છે, ત્યારે કંપનીઓ તે કરવેરાનો બોજ ગ્રાહકો પર જ નાખે છે.
  • સરવાળે બજારમાં મળતી વસ્તુઓ ગ્રાહકો માટે મોંઘી બની જાય છે.
🧠 Memory Hack (શોર્ટ ટ્રીક):
બાકીના 4 કારણો યાદ રાખવા: "કા-સ-કુ-ક"
કા = કાળાબજાર, = સરકાર દ્વારા ભાવવધારો, કુ = કુદરતી પરિબળો, = કરવેરા નીતિ.
🎵 યાદ રાખવાનું ગીત (Inflation સ્પેશિયલ):
"નાણાં વધ્યા ને વસ્તી વધી, નિકાસની થઈ ગઈ ઉતાવળ,
કાચો માલ તો મોંઘો થયો, કાળાબજારે મચાવી હલચલ.
સરકારે પોતે ભાવ વધાર્યા, કુદરતે પણ કરી કમાલ,
કરવેરાનો પડ્યો માર, મોંઘવારીથી પબ્લિક બેહાલ!"
ખાસ નોંધ: આ ૮ કારણોમાંથી કોઈપણ કારણ પૂછાય તો યાદ રાખવું કે "માંગ વધે છે અને પુરવઠો ઘટે છે" આ વાક્ય દરેક કારણમાં લખી શકાય.

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)

નીચેના પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો.

તમારો સ્કોર:
0
/ 30

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

...

તમારો અભ્યાસ હવે સ્માર્ટ! 🚀

ધોરણ 1 થી 12 નું તમામ મટિરિયલ અને સરકારી પરીક્ષા ની બેસ્ટ તૈયારી હવે એક જ ઍપમાં.

100% ફ્રી ફાસ્ટ ગેમ્સ
અત્યારે જ ડાઉનલોડ કરો

શું તમને NJ Classes ગમે છે? 😍

અમે તમારા અભ્યાસને સરળ બનાવવા સતત મહેનત કરીએ છીએ. શું તમને આ એપ ઉપયોગી લાગી રહી છે?

અમને 5-સ્ટાર રેટિંગ આપો! ⭐

તમારો એક નાનકડો રિવ્યુ અમને હજુ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. પ્લે સ્ટોર પર તમારો કિંમતી સમય આપીને રેટિંગ જરૂર આપો.

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને તમારા ફોનના સેટિંગ્સમાંથી Private DNS (જેમ કે dns.adguard.com) અથવા Ad-Blocker એપ બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

સેવ કરેલું મટિરિયલ

Profile
Menu

Welcome!

NJ Classes

લીડરબોર્ડ
સેવ કરેલું

🏆 લીડરબોર્ડ

લૉગિન / સાઇન-અપ

--- અથવા (OR) ---

પ્રોફાઈલ અપડેટ