-->
2026 માં આવતી TET અને TAT માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન 75+ MCQ સાથે

2026 માં આવતી TET અને TAT માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન 75+ MCQ સાથે

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
શૈક્ષણિક મનોવિજ્ઞાન (TET/TAT Special)

શૈક્ષણિક મનોવિજ્ઞાન

TET-1, TET-2, TAT (S/HS) Special

1. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને અર્થ

  • શબ્દની ઉત્પત્તિ: 'Psychology' શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી બન્યો છે: Psyche (આત્મા) + Logos (વિજ્ઞાન/શાસ્ત્ર).
  • મનોવિજ્ઞાનના પિતા: વિલ્હેમ વુન્ટ (Wilhelm Wundt).
  • પ્રથમ પ્રયોગશાળા: ઈ.સ. 1879માં જર્મનીના લિપઝિગ (Leipzig) શહેરમાં વિલ્હેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવી.
  • શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા: હર્બટ (Pestilozzi ના શિષ્ય).

મનોવિજ્ઞાનની વિકાસયાત્રા (ક્રમ):

મનોવિજ્ઞાનના અર્થમાં સમય જતાં ફેરફાર થયો છે. ક્રમ યાદ રાખવો:

💡 યાદ રાખવાની ટ્રીક (ક્રમ): "પહેલા આત્મા ગુમાવ્યો, પછી મન ગુમાવ્યું, પછી ચેતના ગુમાવી અને હવે વર્તન સ્વીકારીને બેઠું છે."
(આત્માનું વિજ્ઞાન ➔ મનનું વિજ્ઞાન ➔ ચેતનાનું વિજ્ઞાન ➔ વર્તનનું વિજ્ઞાન)

હાલમાં મનોવિજ્ઞાન એટલે 'વર્તનનું વિજ્ઞાન' (Science of Behavior). આ વ્યાખ્યા જે.બી. વોટસને આપી.

2. મહત્વના વાદ (Schools of Psychology)

વાદ (School) પ્રણેતા/સમર્થક મુખ્ય વિચાર
રચનાવાદ (Structuralism) વિલ્હેમ વુન્ટ, ટિચનર આંતરનિરીક્ષણ પદ્ધતિ પર ભાર. ચેતનાના તત્વો તપાસ્યા.
કાર્યવાદ (Functionalism) વિલિયમ જેમ્સ મનની રચના કરતા મનના કાર્યો પર ભાર.
વર્તનવાદ (Behaviorism) જે.બી. વોટસન, સ્કિનર "મને એક બાળક આપો, તમે કહો તે બનાવી દઉં." - બાહ્ય વર્તનનું નિરીક્ષણ.
સમષ્ટિવાદ (Gestalt) કોહલર, કોફકા, વર્ધિમર 'સમગ્ર' એ અંશ કરતા વિશેષ છે. આંતરસૂઝ દ્વારા અધિગમ.
મનોવિશ્લેષણવાદ (Psychoanalysis) સિગ્મંડ ફ્રોઈડ અચેતન મનનો અભ્યાસ. ઈડ, ઈગો, સુપર ઈગો.

3. વૃદ્ધિ અને વિકાસ (Growth & Development)

વૃદ્ધિ અને વિકાસ બંને અલગ છે. ક્રો અને ક્રો ના મતે: "ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી વ્યક્તિમાં થતા ફેરફારો એટલે વિકાસ".

તફાવત યાદ રાખો:

  • વૃદ્ધિ: શારીરિક ફેરફાર (ઊંચાઈ, વજન વધવું). આ માપી શકાય છે. અમુક ઉંમરે અટકી જાય છે. (પરિમાણાત્મક છે).
  • વિકાસ: ગુણાત્મક ફેરફાર (બુદ્ધિ, સમજણ). આ અનુભવી શકાય છે. મૃત્યુપર્યંત ચાલે છે. (ગુણાત્મક છે).

વિકાસની અવસ્થાઓ:

  1. શૈશવ અવસ્થા (જન્મ થી 5 વર્ષ)
  2. બાલ્યાવસ્થા (5 થી 12 વર્ષ)
  3. તરુણાવસ્થા/કિશોરાવસ્થા (12 થી 18 વર્ષ) - સ્ટેન્લી હોલે આને 'વાવાઝોડા અને તોફાન' નો કાળ કહ્યો છે.
  4. પુખ્તાવસ્થા (18 થી મૃત્યુ)

4. અધિગમ (Learning) અને સિદ્ધાંતો

વ્યાખ્યા: "વર્તનમાં થતું પરિવર્તન એટલે અધિગમ" (સી.ટી. મોર્ગન). અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર.

મહત્વના પ્રયોગો અને મનોવૈજ્ઞાનિકો:

મનોવૈજ્ઞાનિક પ્રાણી સિદ્ધાંતનું નામ ટ્રીક (Trick)
પાવલોવ કૂતરો શાસ્ત્રીય અભિસંધાન (Classical Conditioning) "પાવલોવનો કૂતરો ઘંટડી વાગતા લાળ પાડે"
બી.એફ. સ્કિનર ઉંદર / કબૂતર કારક અભિસંધાન (Operant Conditioning) "સ્કિનરે ઉંદરને પેટીમાં પૂરી દીધો (Skinner Box)"
થોર્નડાઈક બિલાડી પ્રયત્ન અને ભૂલ (Trial & Error) "બિલાડી ભૂલ કરે, થોર્નડાઈક શીખવે"
કોહલર ચિમ્પાન્જી (સુલ્તાન) આંતરસૂઝનો સિદ્ધાંત (Insight Learning) "ચિમ્પાન્જીને અચાનક લાઈટ (Insight) થઈ"

5. બુદ્ધિ (Intelligence) અને વ્યક્તિત્વ

બુદ્ધિ આંક (IQ - Intelligence Quotient):

સૌ પ્રથમ સૂત્ર સ્ટર્ન એ આપ્યું હતું પણ તેને સુધારવાનું કામ ટર્મને કર્યું.

યાદ રાખો: મગજ ઉપર હોય, શરીર નીચે હોય. (Mental Age / Chronological Age).
  • 140 થી વધુ IQ = પ્રતિભાસંપન્ન (Genius)
  • 90 થી 110 IQ = સામાન્ય બુદ્ધિ (Average)
  • 70 થી નીચે = મંદ બુદ્ધિ

વ્યક્તિત્વ (Personality):

'Personality' શબ્દ લેટિન શબ્દ 'Perona' (મહોરું/Mask) પરથી આવ્યો છે.

  • કાર્લ યુંગ: અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી પ્રકારો આપ્યા.
  • ફ્રોઈડના મતે વ્યક્તિત્વ:
    • Id (ઈડ): સુખ સિદ્ધાંત (રાક્ષસી વૃત્તિ - મારે અત્યારે જ જોઈએ).
    • Ego (ઈગો): વાસ્તવિકતા (માણસ - પરિસ્થિતિ જુએ).
    • Super Ego (સુપર ઈગો): નૈતિકતા (દેવ - ચોરી ન કરાય, પાપ લાગે).

6. અન્ય મહત્વના તથ્યો (One Liners)

  • પ્રેરણા (Motivation): મેસ્લોનો 'જરૂરિયાતનો શ્રેણીક્રમ' સિદ્ધાંત. સૌથી પાયાની જરૂરિયાત: શારીરિક.
  • કિંડરગાર્ટન (KG): ફ્રોબેલ દ્વારા શરૂઆત (બાળકો બગીચાના ફૂલ છે).
  • પ્રોજેક્ટ પદ્ધતિ: કિલ પેટ્રિક (જોન ડ્યુઈના શિષ્ય).
  • બુનિયાદી શિક્ષણ: ગાંધીજી (વર્ધા શિક્ષણ યોજના - 1937). 3H (Head, Heart, Hand).
  • NCF-2005: ભાર વગરનું ભણતર (યશપાલ કમિટી).

🎯 મહાસંગ્રામ ક્વિઝ (80 MCQs)

શું તમે 80 માંથી 80 લાવવા તૈયાર છો?

Score: 0 / 80

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

IMP પ્રશ્નો

બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો અને ટ્રીક

હેતુલક્ષી પ્રશ્નો / અન્ય

MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, પાઠ્યપુસ્તકના પ્રશ્નો

...

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને સેટિંગ્સમાંથી Private DNS અથવા Ad-Blocker બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

💡 નોંધ: DNS બંધ કર્યા પછી સિસ્ટમ અપડેટ થવામાં થોડી સેકન્ડો લાગી શકે છે. જો તાત્કાલિક ઓપન કરવું હોય તો બ્રાઉઝર/એપ્લિકેશન પૂરેપૂરી બંધ કરીને ફરીથી ઓપન કરો.