-->
 ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો 20 MCQ સાથે

ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો 20 MCQ સાથે

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો
Metals Properties

A. ધાતુઓના ભૌતિક ગુણધર્મો

  • 1. ધાત્વીય ચમક: શુદ્ધ અવસ્થામાં ધાતુઓની સપાટી ચળકાટવાળી હોય છે. (દા.ત. સોનું, ચાંદી).
  • 2. સખતાઈ (Hardness): સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. અપવાદ: સોડિયમ (Na), લિથિયમ (Li) અને પોટેશિયમ (K) નરમ હોય છે, જેને છરીથી કાપી શકાય છે.
  • 3. ટિપાઉપણું (Malleability): ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ છે.
  • 4. તણાવપણું (Ductility): ધાતુઓને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે. સોનું સૌથી વધુ તન્ય ધાતુ છે (1 ગ્રામ સોનામાંથી 2 કિમી લાંબો તાર બની શકે).
  • 5. ઉષ્મા અને વિદ્યુત વાહકતા: ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે.
    👉 શ્રેષ્ઠ વાહક: સિલ્વર (Ag) અને કોપર (Cu). અપવાદ: શીશું (Pb) અને પારો (Hg) ઉષ્માના મંદ વાહક છે.
  • 6. ગલનબિંદુ: ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. અપવાદ: ગેલિયમ (Ga) અને સીઝિયમ (Cs) ના ગલનબિંદુ ખૂબ નીચા હોય છે (હથેળી પર રાખતા પીગળી જાય).
  • 7. રણકાર: સખત સપાટી પર અથડાવવાથી ધાતુઓ રણકાર (અવાજ) ઉત્પન્ન કરે છે.

B. અધાતુઓના ભૌતિક ગુણધર્મો

  • 1. ભૌતિક અવસ્થા: અધાતુઓ ઘન અથવા વાયુ સ્વરૂપે હોય છે. અપવાદ: બ્રોમિન (Br) પ્રવાહી સ્વરૂપે હોય છે.
  • 2. ચમક: અધાતુઓ ચમક ધરાવતા નથી. અપવાદ: આયોડિન (I) ચમકદાર અધાતુ છે.
  • 3. સખતાઈ: અધાતુઓ નરમ હોય છે. અપવાદ: હીરો (કાર્બનનું અપરરૂપ) કુદરતી રીતે મળતો સૌથી સખત પદાર્થ છે.
  • 4. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ: અધાતુઓના ગલનબિંદુ નીચા હોય છે. અપવાદ: હીરાનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે.
  • 5. વિદ્યુત વાહકતા: અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. અપવાદ: ગ્રેફાઇટ (કાર્બનનું અપરરૂપ) વિદ્યુતનું સુવાહક છે.

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (20 પ્રશ્નો)

તમારી તૈયારી ચકાસવા માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો.

તમારો સ્કોર:
0
/ 20

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

IMP પ્રશ્નો

બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો અને ટ્રીક

હેતુલક્ષી પ્રશ્નો / અન્ય

MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, પાઠ્યપુસ્તકના પ્રશ્નો

...

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને સેટિંગ્સમાંથી Private DNS અથવા Ad-Blocker બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

💡 નોંધ: DNS બંધ કર્યા પછી સિસ્ટમ અપડેટ થવામાં થોડી સેકન્ડો લાગી શકે છે. જો તાત્કાલિક ઓપન કરવું હોય તો બ્રાઉઝર/એપ્લિકેશન પૂરેપૂરી બંધ કરીને ફરીથી ઓપન કરો.