આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
🧪 રાસાયણિક પ્રક્રિયાઓ: પ્રકારો અને સમજૂતી
1. સંયોગીકરણ પ્રક્રિયા (Combination Reaction)
જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નીપજ બને છે, તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.
આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉષ્મા મુક્ત થાય છે (ઉષ્માક્ષેપક).
CaO (કળીચૂનો) + H₂O → Ca(OH)₂ (ફોડેલો ચૂનો) + ઉષ્મા
નોંધ: ઘરની દીવાલો ધોળવા માટે ફોડેલો ચૂનો વપરાય છે, જે હવામાંના CO₂ સાથે પ્રક્રિયા કરી CaCO₃ (કેલ્શિયમ કાર્બોનેટ) નું પાતળું સ્તર બનાવે છે.
2. વિઘટન પ્રક્રિયા (Decomposition Reaction)
જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ સરળ નીપજો આપે છે, તેને વિઘટન કહે છે. આ પ્રક્રિયા માટે ઉર્જાની જરૂર પડે છે (ઉષ્માશોષક).
- ઉષ્મીય વિઘટન: ગરમી આપવાથી થાય.
CaCO₃ → CaO + CO₂
- વિદ્યુતીય વિઘટન: વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થાય.
2H₂O → 2H₂ + O₂
- પ્રકાશીય વિઘટન: સૂર્યપ્રકાશની હાજરીમાં.
2AgCl → 2Ag + Cl₂ (શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ઉપયોગી)
3. વિસ્થાપન પ્રક્રિયા (Displacement Reaction)
જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર (વિસ્થાપિત) કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
Fe (s) + CuSO₄ (aq) → FeSO₄ (aq) + Cu (s)
અહીં લોખંડ (Fe) એ કોપર (Cu) કરતા વધુ સક્રિય હોવાથી કોપરને દૂર કરે છે. દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો થાય છે.
4. દ્વિવિસ્થાપન પ્રક્રિયા (Double Displacement)
જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય, તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આમાં ઘણીવાર અવક્ષેપ (Precipitate) મળે છે.
Na₂SO₄ + BaCl₂ → BaSO₄ (સફેદ અવક્ષેપ) + 2NaCl
1. આરસપહાણ (Marble) નું રાસાયણિક સૂત્ર શું છે?
2. શ્વસન એ કેવી પ્રક્રિયા છે?
ઉષ્માક્ષેપક
ઉષ્માશોષક
વિઘટન
સંયોગીકરણ
3. દીવાલ ધોળ્યા પછી 2-3 દિવસમાં ચમક આવે છે, તે કોના નિર્માણને કારણે હોય છે?
4. 2AgCl → 2Ag + Cl₂ આ કયા પ્રકારની પ્રક્રિયા છે?
ઉષ્મીય વિઘટન
વિદ્યુતીય વિઘટન
પ્રકાશીય વિઘટન
વિસ્થાપન
5. કોપર સલ્ફેટ (CuSO₄) ના દ્રાવણનો રંગ કેવો હોય છે?
લીલો
ભૂરો (વાદળી)
સફેદ
રંગહીન
6. લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા ખીલી પર કયા રંગનું આવરણ ચડે છે?
કાળા
લીલા
લાલાશપડતા કથ્થાઈ
સફેદ
7. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે?
સંયોગીકરણ
વિસ્થાપન
દ્વિવિસ્થાપન
વિઘટન
8. પાણીનું વિદ્યુત વિભાજન કરતા ઓક્સિજન ક્યાં મળે છે?
એનોડ પર
કેથોડ પર
દ્રાવણમાં
તળિયે
9. લેડ નાઈટ્રેટ પાવડરને ગરમ કરતા કયો બદામી રંગનો વાયુ મળે છે?
O₂
N₂
NO₂ (નાઈટ્રોજન ડાયોક્સાઇડ)
PbO
10. કળીચૂનાનું રાસાયણિક નામ શું છે?
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
કેલ્શિયમ ઓક્સાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ક્લોરાઈડ
11. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું બને છે?
12. ઝીંક (Zn) અને હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) વચ્ચે પ્રક્રિયા થતા કયો વાયુ નીકળે છે?
13. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા થતા કોના સફેદ અવક્ષેપ મળે છે?
14. ફોડેલા ચૂનાનું સૂત્ર શું છે?
15. જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય તેને શું કહે છે?
ઉષ્માક્ષેપક
ઉષ્માશોષક
વિસ્થાપન
રેડોક્ષ
16. ચિપ્સ (વેફર) ના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા કયો વાયુ ભરવામાં આવે છે?
ઓક્સિજન
હાઈડ્રોજન
નાઈટ્રોજન
ક્લોરિન
17. Fe₂O₃ + 2Al → Al₂O₃ + 2Fe. આ કઈ પ્રક્રિયા છે?
સંયોગીકરણ
દ્વિવિસ્થાપન
વિઘટન
વિસ્થાપન
18. બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે?
AgNO₃
AgBr અથવા AgCl
CuSO₄
FeSO₄
19. કોલસાનું સળગવું (C + O₂ → CO₂) એ કઈ પ્રક્રિયા છે?
સંયોગીકરણ
વિઘટન
વિસ્થાપન
દ્વિવિસ્થાપન
20. કાટ લાગવાની ક્રિયામાં લોખંડ પર કયા રંગનું પડ જામી જાય છે?
લીલા
કાળા
લાલાશપડતા કથ્થાઈ
વાદળી