-->
Chepter 1   પાઠ્યપુસ્તકના બ્લૂ પ્રશ્નો અને તેમના જવાબો

Chepter 1 પાઠ્યપુસ્તકના બ્લૂ પ્રશ્નો અને તેમના જવાબો

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

Chemical Reactions Class 10
આકૃતિ: મેગ્નેશિયમ પટ્ટીનું દહન અને રાસાયણિક ફેરફારો

1. મેગ્નેશિયમ પટ્ટીનું દહન

મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે જગારા મારતી સફેદ જ્યોત થી સળગે છે અને સફેદ પાવડર (રાખ) માં ફેરવાય છે. આ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઈડ (MgO) છે.

2Mg(s) + O₂(g) → 2MgO(s)

સફાઈ શા માટે? મેગ્નેશિયમ અતિ સક્રિય ધાતુ હોવાથી તેની સપાટી પર નિષ્ક્રિય 'મેગ્નેશિયમ ઓક્સાઈડ'નું પડ જામી ગયેલું હોય છે, જે તેને સળગતા અટકાવે છે. તેથી કાચપેપર વડે સાફ કરવી જરૂરી છે.

2. સંયોગીકરણ પ્રક્રિયા અને ધોળવું

બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ બને તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. દીવાલ ધોળવા માટે વપરાતો પદાર્થ 'X' એ કળીચૂનો (CaO - કેલ્શિયમ ઓક્સાઈડ) છે.

  • પાણી સાથે પ્રક્રિયા:
    CaO(s) + H₂O(l) → Ca(OH)₂(aq) + ઉષ્મા
  • દીવાલ પર ચમક:
    Ca(OH)₂ હવામાંના CO₂ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ (CaCO₃) નું પાતળું પડ બનાવે છે, જેથી દીવાલ પર ચમક આવે છે.

3. વિઘટન અને વિદ્યુત વિભાજન

એક જ પ્રક્રિયક તૂટીને વધુ નીપજો આપે તેને વિઘટન કહે છે.

પાણીનું વિદ્યુત વિભાજન: પાણી (H₂O) માં હાઈડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ હોય છે. તેથી વિદ્યુત વિભાજન કરતા હાઈડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતા બમણું (2:1) મળે છે.

2H₂O(l) → 2H₂(g) + O₂(g)

4. વિસ્થાપન પ્રક્રિયા (લોખંડની ખીલી)

વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી દૂર કરે છે.

જ્યારે લોખંડ (Fe) ની ખીલીને કોપર સલ્ફેટ (CuSO₄) ના વાદળી દ્રાવણમાં મૂકવામાં આવે છે, ત્યારે લોખંડ કોપર કરતા વધુ સક્રિય હોવાથી કોપરને દૂર કરે છે. આથી દ્રાવણનો રંગ બદલાઈને આછો લીલો (FeSO₄) બને છે.

Fe(s) + CuSO₄(aq) → FeSO₄(aq) + Cu(s)

5. રેડોક્ષ પ્રક્રિયા (Redox Reaction)

જે પ્રક્રિયામાં ઓક્સિડેશન (O₂ ઉમેરાય અથવા H₂ દૂર થાય) અને રિડક્શન (O₂ દૂર થાય અથવા H₂ ઉમેરાય) બંને થતું હોય તેને રેડોક્ષ પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ: CuO + H₂ → Cu + H₂O
અહીં CuO માંથી O₂ દૂર થાય છે (રિડક્શન) અને H₂ માં O₂ ઉમેરાય છે (ઓક્સિડેશન).

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (25 પ્રશ્નો)

તમારી તૈયારી ચકાસવા માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો.

તમારો સ્કોર:
0
/ 25

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

IMP પ્રશ્નો

બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો અને ટ્રીક

હેતુલક્ષી પ્રશ્નો / અન્ય

MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, પાઠ્યપુસ્તકના પ્રશ્નો

...

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને સેટિંગ્સમાંથી Private DNS અથવા Ad-Blocker બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

💡 નોંધ: DNS બંધ કર્યા પછી સિસ્ટમ અપડેટ થવામાં થોડી સેકન્ડો લાગી શકે છે. જો તાત્કાલિક ઓપન કરવું હોય તો બ્રાઉઝર/એપ્લિકેશન પૂરેપૂરી બંધ કરીને ફરીથી ઓપન કરો.