-->
આપણી આંખોની અંદર શું છે? (What is inside our eyes ?) MCQ સાથે

આપણી આંખોની અંદર શું છે? (What is inside our eyes ?) MCQ સાથે

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
આપણી આંખોની અંદર શું છે? - માનવ આંખ

આપણી આંખોની અંદર શું છે?
(Structure of Human Eye)

પ્રસ્તાવના

આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમના પરથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે. આંખ એ આપણી સૌથી મહત્વની જ્ઞાનેન્દ્રિય પૈકીની એક છે. તેથી તેની રચના અને કાર્ય સમજવું ખૂબ જ જરૂરી છે. આપણી આંખનો આકાર લગભગ ગોળાકાર (Spherical) હોય છે.

Human Eye Structure Diagram
આકૃતિ: માનવ આંખની આંતરિક રચના

1. પારદર્શક પટલ (Cornea)

આંખનું બહારનું આવરણ સફેદ હોય છે. તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે. તેના આગળના પારદર્શક ભાગને પારદર્શક પટલ અથવા Cornea કહે છે.

પ્રકાશના કિરણો સૌપ્રથમ આ ભાગમાંથી જ આંખમાં પ્રવેશે છે.

2. કનીનિકા (Iris)

પારદર્શક પટલની પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુમય બંધારણ જોવા મળે છે, જેને કનીનિકા અથવા Iris કહે છે.

  • આંખનો જે વિશિષ્ટ રંગ (જેમ કે કાળી, માંજરી કે લીલી આંખ) હોય છે, તે કનીનિકાને આભારી છે.
  • જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે, ત્યારે આપણે ખરેખર કનીનિકાના રંગની વાત કરીએ છીએ.
  • કાર્ય: કનીનિકા આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે.

3. કીકી (Pupil)

કનીનિકાની મધ્યમાં એક નાનું છિદ્ર હોય છે, જેને કીકી અથવા Pupil કહે છે.

ખાસ નોંધ: કીકીના કદનું નિયંત્રણ કનીનિકા દ્વારા થાય છે.
👉 વધુ પ્રકાશમાં: કનીનિકા કીકીને સંકોચે છે (નાની કરે છે) જેથી ઓછો પ્રકાશ આંખમાં પ્રવેશે.
👉 ઓછા પ્રકાશમાં: કનીનિકા કીકીને વિસ્તારે છે (મોટી કરે છે) જેથી વધુ પ્રકાશ આંખમાં પ્રવેશે.

4. નેત્રમણિ (Lens)

કીકીની પાછળ એક લેન્સ આવેલો હોય છે જે મધ્યમાં જાડો હોય છે. જે લેન્સ મધ્યમાં જાડો હોય તેને બહિર્ગોળ લેન્સ (Convex Lens) કહેવાય છે. આ લેન્સને નેત્રમણિ કહે છે.

આ લેન્સ આંખમાં પ્રવેશતા પ્રકાશને કેન્દ્રિત કરીને પાછળના ભાગમાં આવેલા પડદા (નેત્રપટલ) પર પ્રતિબિંબ રચે છે.

5. નેત્રપટલ (Retina)

આંખની પાછળના ભાગમાં એક પડદો હોય છે, જેને નેત્રપટલ અથવા Retina કહે છે. લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ અહીં રચાય છે.

નેત્રપટલ ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. આ ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે.

ચેતાકોષોના બે પ્રકાર છે:

  • શંકુ કોષો (Cones): જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. તે રંગ (Color) પારખવાનું કાર્ય પણ કરે છે.
  • સળી કોષો (Rods): જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.

6. દ્રષ્ટિચેતા અને અંધબિંદુ

દ્રષ્ટિચેતા (Optic Nerve): આંખે જોયેલી વસ્તુની સંવેદના મગજ સુધી પહોંચાડતી ચેતા.

અંધબિંદુ (Blind Spot): દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો (શલાકા કે શંકુ) હોતા નથી. તેથી તે જગ્યાએ કોઈ દ્રષ્ટિ હોતી નથી. તેને અંધબિંદુ કહે છે.

🧪 શું તમે જાણો છો?
નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ વસ્તુ કરતાં ઊલટું (Inverted) હોય છે, પરંતુ મગજ તેને સીધું અર્થઘટન કરીને આપણને સીધું બતાવે છે.

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (10 પ્રશ્નો)

શું તમે આંખની રચના બરાબર સમજ્યા? ચાલો ચકાસીએ.

તમારો સ્કોર:
0
/ 10

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

...

તમારો અભ્યાસ હવે સ્માર્ટ! 🚀

ધોરણ 1 થી 12 નું તમામ મટિરિયલ અને સરકારી પરીક્ષા ની બેસ્ટ તૈયારી હવે એક જ ઍપમાં.

100% ફ્રી ફાસ્ટ ગેમ્સ
અત્યારે જ ડાઉનલોડ કરો

શું તમને NJ Classes ગમે છે? 😍

અમે તમારા અભ્યાસને સરળ બનાવવા સતત મહેનત કરીએ છીએ. શું તમને આ એપ ઉપયોગી લાગી રહી છે?

અમને 5-સ્ટાર રેટિંગ આપો! ⭐

તમારો એક નાનકડો રિવ્યુ અમને હજુ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. પ્લે સ્ટોર પર તમારો કિંમતી સમય આપીને રેટિંગ જરૂર આપો.

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને તમારા ફોનના સેટિંગ્સમાંથી Private DNS (જેમ કે dns.adguard.com) અથવા Ad-Blocker એપ બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

સેવ કરેલું મટિરિયલ

Profile
Menu

Welcome!

NJ Classes

લીડરબોર્ડ
સેવ કરેલું

🏆 લીડરબોર્ડ

લૉગિન / સાઇન-અપ

--- અથવા (OR) ---

પ્રોફાઈલ અપડેટ