-->
ભારતની લલિત કલા અને ગુજરાતના અન્ય નૃત્યો

ભારતની લલિત કલા અને ગુજરાતના અન્ય નૃત્યો

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
ભારતની લલિત કલા અને નૃત્ય કલા

ભારતની લલિત કલા અને નૃત્ય કલા

1. સંગીત કલા (Music)

ભારતીય સંગીત 'સ્વર, તાલ અને લય' ની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.

  • મુખ્ય 7 સ્વર: સા, રે, ગ, મ, પ, ધ, નિ (સારેગમપધનિ).
  • 5 મુખ્ય રાગો: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. (એવું મનાય છે કે આ પાંચેય રાગો ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયા છે).

મહત્વના સંગીત ગ્રંથો (Most IMP):

ગ્રંથનું નામ રચયિતા (પંડિત) વિશેષતા
સંગીત મકરંદ પંડિત નારદ ઈ.સ. 900 ની આસપાસ રચાયેલ. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે.
સંગીત રત્નાકર પંડિત સારંગદેવ દૌલતાબાદના નિવાસી. ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતો ગ્રંથ. 'સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ'.
સંગીત પારિજાત પંડિત અહોબલ ઈ.સ. 1665 માં રચના. દરેક રાગ બીજાથી અલગ છે. 29 પ્રકારના સ્વરો ગણાવ્યા.
🎵 યાદ રાખવાની Trick (Song):
"નારદ મુનિ માંગે મકરંદ,
સારંગ દેવ રમે રત્નાકર સંગ,
અને અહોબલ પૂજે પ પારિજાત ને રંગ!"

અમીર ખુશરો:

અલાઉદ્દીન ખીલજીના સમયમાં થઈ ગયેલા અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે 'તુતી-એ-હિન્દ' (હિન્દના પોપટ) તરીકે પ્રખ્યાત થયા હતા.

2. નૃત્ય કલા (Classical Dance)

નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ 'નૃત્' (નૃતવું) પરથી થઈ છે. નૃત્યના દેવાધિદેવ 'ભગવાન શિવ નટરાજ' ગણાય છે.

(A) ભરતનાટ્યમ (તમિલનાડુ)

  • ઉદ્ભવ: તમિલનાડુનો તાંજોર જિલ્લો.
  • ગ્રંથો: ભરતમુનિનું 'નાટ્યશાસ્ત્ર' અને નંદીકેશ્વરનું 'અભિનવ દર્પણ'.
  • કલાકારો: મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમામાલિની.

(B) કુચીપુડી (આંધ્રપ્રદેશ)

  • 15મી સદીમાં રચાયેલ. સ્ત્રી સૌંદર્ય પર આધારિત.
  • સ્થાપક: સિદ્ધેન્દ્ર યોગી.
  • Trick: "આંધળી કુત્તી" (આંધ્રપ્રદેશ - કુચીપુડી).

(C) કથકલી (કેરળ)

  • ઓળખ: ઘેરદાર સુંદર કપડાં અને કલાત્મક મુકુટ. પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ) ને સમજવું પડે.
  • રંગ: લીલો (દેવ), લાલ (દૈત્ય).
  • કવિ: વલ્લથોળ (કલામંડળમ).
  • Trick: "કારેલાની કથા" (કેરળ - કથકલી).

(D) કથક (ઉત્તર ભારત)

  • વાક્ય: "કથન કરે સો કથક કહાવે".
  • શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યો અને વૈષ્ણવ સંપ્રદાય. એક પગ પર ગોળ ફરવું.
  • કલાકારો: બિરજુ મહારાજ, સિતારાદેવી.

(E) મણિપુરી

  • શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત.
  • પહેરવેશ: લીલા રંગના ચણિયાને 'કુમિન' કહે છે.

3. નાટ્ય કલા અને ભવાઈ

નાટ્ય કલા:

ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અતિ પ્રચલિત છે. તેમણે કહ્યું છે:
"એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે જે નાટ્યકલામાં ન હોય."

ભવાઈ (ગુજરાત):

શાસ્ત્રકારોએ ભવાઈને 'ભાવપ્રધાન નાટકો' કહ્યા છે. આ 700 વર્ષ જૂની કલા છે જે અસાઈત ઠાકર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

  • સસ્તા ખર્ચે લોકશિક્ષણ અને મનોરંજન.
  • ભુંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો.
  • પાત્રો: રંગલો-રંગલી.
  • વિષય: કન્યા કેળવણી, બેટી બચાવો (સામાજિક કુરિવાજોનો પ્રતિકાર).

4. ગુજરાતના અન્ય નૃત્યો (Most Confusing Topic)

આ વિભાગમાંથી સૌથી વધુ જોડકાં પૂછાય છે. નીચેના કીવર્ડ્સ યાદ રાખો.

(1) આદિવાસી નૃત્યો (ચાળો)

હોળી અને લગ્ન સમયે થાય છે. ડાંગમાં 'માળીનો ચાળો' અને 'ઠાકર્યા ચાળો' જાણીતા છે.

(2) ગરબા અને ગરબી

  • ગરબા: શક્તિની આરાધના. નવરાત્રી દરમિયાન. 'ગર્ભદીપ' ઉપરથી ગરબો શબ્દ બન્યો.
  • ગરબી: દયારામની ગરબીઓ જે શ્રીકૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી છે.

(3) ગોફ ગૂંથન નૃત્ય

ઢોલના તાલે, માંડવો કે થાંભલા સાથે દોરી બાંધી, તેના છેડા હાથમાં પકડી, એક અંદર અને એક બહાર એમ ગોળ ફરીને ગૂંથણી બાંધે અને છોડે છે.

(4) સીદીઓનું ધમાલ નૃત્ય (જાંબુર-ગીર)

  • મૂળ વતન: આફ્રિકા.
  • સાધન: મશીરા (નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી કપડું બાંધવું).
  • હો હો ના આરોહ-અવરોહ સાથે ગવાય છે.

(5) મેરાયો, પઢાર અને કોળી નૃત્ય

નૃત્ય વિસ્તાર/જાતિ વિશેષતા (Keyword)
મેરાયો બનાસકાંઠા (વાવ) સરખડ કે ઝૂંઝાળી ઘાસમાંથી તોરણ જેવા ઝૂમખાં.
પઢાર સુરેન્દ્રનગર (નળકાંઠો) દાંડિયા કે મંજીરા સાથે જમીન સરસા બેસીને સાગરના મોજા જેવું દ્રશ્ય.
કોળી સૌરાષ્ટ્ર માથે મધરાસિયો (ફેંટો) અને કેડે ભેટ પહેરીને.

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (30 પ્રશ્નો)

તૈયાર છો? ચાલો જોઈએ તમને કેટલું યાદ રહ્યું!

Score: 0 / 30

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

...

તમારો અભ્યાસ હવે સ્માર્ટ! 🚀

ધોરણ 1 થી 12 નું તમામ મટિરિયલ અને સરકારી પરીક્ષા ની બેસ્ટ તૈયારી હવે એક જ ઍપમાં.

100% ફ્રી ફાસ્ટ ગેમ્સ
અત્યારે જ ડાઉનલોડ કરો

શું તમને NJ Classes ગમે છે? 😍

અમે તમારા અભ્યાસને સરળ બનાવવા સતત મહેનત કરીએ છીએ. શું તમને આ એપ ઉપયોગી લાગી રહી છે?

અમને 5-સ્ટાર રેટિંગ આપો! ⭐

તમારો એક નાનકડો રિવ્યુ અમને હજુ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. પ્લે સ્ટોર પર તમારો કિંમતી સમય આપીને રેટિંગ જરૂર આપો.

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને તમારા ફોનના સેટિંગ્સમાંથી Private DNS (જેમ કે dns.adguard.com) અથવા Ad-Blocker એપ બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

સેવ કરેલું મટિરિયલ

Profile
Menu

Welcome!

NJ Classes

લીડરબોર્ડ
સેવ કરેલું

🏆 લીડરબોર્ડ

લૉગિન / સાઇન-અપ

--- અથવા (OR) ---

પ્રોફાઈલ અપડેટ