-->
Reflex Arc Explained in Gujarati | પરાવર્તી કમાન: સંપૂર્ણ સમજણ, ઘટકો, ઉદાહરણો અને Biology માટે MCQ પ્રશ્નો

Reflex Arc Explained in Gujarati | પરાવર્તી કમાન: સંપૂર્ણ સમજણ, ઘટકો, ઉદાહરણો અને Biology માટે MCQ પ્રશ્નો

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.
પરાવર્તી કમાન - ધોરણ 10

પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન

Reflex Arc Diagram
આકૃતિ: પરાવર્તી કમાનનો માર્ગ

1. પરાવર્તી ક્રિયા (Reflex Action) એટલે શું?

મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને 'પરાવર્તી ક્રિયા' કહે છે.

ઉદાહરણો:
  • અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા જ હાથ પાછો ખેંચાઈ જવો.
  • પગમાં કાંટો વાગતા પગ તરત જ ઊંચો થઈ જવો.
  • ઉધરસ કે છીંક ખાવી.

2. પરાવર્તી ક્રિયાની જરૂરિયાત

જો આપણે ગરમ વસ્તુને અડીએ અને મગજ વિચારે કે "આ ગરમ છે, મારે હાથ ખેંચવો જોઈએ", તો તેમાં વધુ સમય લાગે અને ત્યાં સુધીમાં હાથ દાઝી જાય. આથી, શરીરને નુકસાનથી બચાવવા માટે ઝડપી પ્રતિચારની જરૂર છે, જે પરાવર્તી કમાન દ્વારા શક્ય બને છે.

3. પરાવર્તી કમાન (Reflex Arc)

પરાવર્તી ક્રિયામાં સંકળાયેલા અંતર્વાહી (સંવેદી) ચેતા અને બહિર્વાહી (ચાલક) ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને 'પરાવર્તી કમાન' કહે છે.

🔹 ઊર્મિવેગના વહનનો માર્ગ:

ગ્રાહી અંગ (ત્વચા) સંવેદી ચેતાકોષ કરોડરજ્જુ (પૃથક્કરણીય ચેતા) ચાલક ચેતાકોષ પ્રતિચારક અંગ (સ્નાયુ)
  • ગ્રાહી અંગ: ઉત્તેજના (ગરમી/દુખાવો) ગ્રહણ કરે છે.
  • સંવેદી ચેતાકોષ (Sensory Neuron): ઉર્મિવેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે.
  • કરોડરજ્જુ (Spinal Cord): પરાવર્તી ક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં સંવેદી અને ચાલક ચેતા વચ્ચે પૃથક્કરણીય ચેતાકોષ (Relay Neuron) દ્વારા જોડાણ થાય છે.
  • ચાલક ચેતાકોષ (Motor Neuron): આદેશને કરોડરજ્જુથી સ્નાયુ સુધી પહોંચાડે છે.
  • પ્રતિચારક અંગ (Effector): સ્નાયુઓ સંકોચાય છે અને હાથ પાછો ખેંચાય છે.

નોંધ: પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે, પણ તેની જાણકારી (Information) મગજને મોકલવામાં આવે છે.

સ્વ-મૂલ્યાંકન ક્વિઝ (25 પ્રશ્નો)

તમારી તૈયારી ચકાસવા માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો.

તમારો સ્કોર:
0
/ 25

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

IMP પ્રશ્નો

બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો અને ટ્રીક

હેતુલક્ષી પ્રશ્નો / અન્ય

MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા, પાઠ્યપુસ્તકના પ્રશ્નો

...

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને સેટિંગ્સમાંથી Private DNS અથવા Ad-Blocker બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

💡 નોંધ: DNS બંધ કર્યા પછી સિસ્ટમ અપડેટ થવામાં થોડી સેકન્ડો લાગી શકે છે. જો તાત્કાલિક ઓપન કરવું હોય તો બ્રાઉઝર/એપ્લિકેશન પૂરેપૂરી બંધ કરીને ફરીથી ઓપન કરો.