-->
ધોરણ 8 વિજ્ઞાન  imp પ્રશ્નપત્ર

ધોરણ 8 વિજ્ઞાન imp પ્રશ્નપત્ર

આ પોસ્ટ સાંભળો:
ટીપ: તમે લખાણના કોઈ પણ વાક્ય પર બે વાર (Double Click) કરીને ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો.

વિજ્ઞાન - વાર્ષિક પરીક્ષા 2026

ધોરણ 8 (NCERT અભ્યાસક્રમ મુજબ)

કુલ ગુણ: 80 સમય: 3 કલાક
વિભાગ A : બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) 24 ગુણ
1. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે?
A) હળ
B) ખરપિયો
C) દાંતિ
D) થ્રેશર
2. મેલેરિયા થવા માટે કયા પ્રજીવ જવાબદાર છે?
A) વાયરસ
B) પ્લાઝમોડિયમ
C) બેક્ટેરિયા
D) ફૂગ
3. નીચેનામાંથી કયું અશ્મિબળતણ નથી?
A) કોલસો
B) પેટ્રોલિયમ
C) કુદરતી વાયુ
D) લાકડું
4. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે?
A) સૂર્યપ્રકાશ
B) કોલસો
C) પેટ્રોલ
D) કુદરતી વાયુ
5. મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી વધુ ગરમ હોય છે?
A) મધ્યનો વિસ્તાર
B) સૌથી બહારનો વિસ્તાર
C) અંદરનો વિસ્તાર
D) કાળો વિસ્તાર
વિભાગ B : એક વાક્યમાં ઉત્તર (Short Q/A) 12 ગુણ
1. રવિ પાક એટલે શું? [1 ગુણ]
જવાબ: શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઉ.દા. ઘઉં, ચણા.
2. કોષના કયા અંગને 'આત્મઘાતી કોથળી' કહે છે? [1 ગુણ]
જવાબ: લાઈસોઝોમ (Lysosome) ને કોષની આત્મઘાતી કોથળી કહે છે.
3. બળ (Force) નો એકમ જણાવો. [1 ગુણ]
જવાબ: બળનો SI એકમ 'ન્યૂટન' (Newton) છે.
4. અવાજની પ્રબળતા શેમાં મપાય છે? [1 ગુણ]
જવાબ: અવાજની પ્રબળતા ડેસિબલ (dB) એકમમાં મપાય છે.
વિભાગ C : ટૂંકમાં ઉત્તર (Short Answer) 16 ગુણ
1. તફાવત આપો: કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. [2 ગુણ]
જવાબ:
કુદરતી ખાતર: આ એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી બને છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
કૃત્રિમ ખાતર: આ કારખાનામાં તૈયાર કરવામાં આવતો રાસાયણિક પદાર્થ છે. (જેમ કે યુરિયા). તેના વધુ ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે.
2. એલ્યુમિનિયમની ફોઈલનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને પેક કરવા શા માટે થાય છે? [2 ગુણ]
જવાબ: એલ્યુમિનિયમ એ ટીપાઉપણું ધરાવતી ધાતુ છે, તેથી તેના પાતળા પતરા બનાવી શકાય છે. વળી તે ખોરાક સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી, તેથી ખોરાક બગડતો નથી.
3. ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. સમજાવો. [2 ગુણ]
જવાબ: ઘર્ષણને કારણે આપણે ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ અને વાહનોને બ્રેક મારી શકીએ છીએ (ફાયદા). પરંતુ ઘર્ષણને કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે અને ઉર્જાનો વ્યય થાય છે (ગેરફાયદા). આમ તે જરૂરી હોવા છતાં નુકસાનકારક પણ છે.
વિભાગ D : મુદ્દાસર ઉત્તર (Long Answer) 12 ગુણ
1. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશન વાળી આકૃતિ દોરી તેના વિભાગો સમજાવો. [3 ગુણ]
જવાબ: (અહીં વિદ્યાર્થીએ આકૃતિ દોરવાની રહેશે).
1. સૌથી બહારનો વિસ્તાર (ભૂરો): આ સંપૂર્ણ દહનનો વિસ્તાર છે અને સૌથી ગરમ છે.
2. મધ્યનો વિસ્તાર (પીળો): આ અપૂર્ણ દહનનો વિસ્તાર છે, જે પ્રકાશિત હોય છે.
3. સૌથી અંદરનો વિસ્તાર (કાળો): આ નહિ દહન પામેલા મીણની વરાળનો વિસ્તાર છે, જે સૌથી ઓછો ગરમ હોય છે.
2. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તેના ઉપયોગો જણાવો. [3 ગુણ]
જવાબ: વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે.
ઉપયોગો:
- લોખંડને કાટ લાગતો અટકાવવા તેના પર ઝિંકનું આવરણ ચડાવવા.
- સાયકલના હેન્ડલ અને પૈડાંની રીમ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવા.
- સસ્તા ઘરેણાં પર સોના કે ચાંદીનું પાણી ચડાવવા.
વિભાગ E : સવિસ્તાર ઉત્તર (Detail Answer) 16 ગુણ
1. માનવ આંખની નામનિર્દેશન યુક્ત આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. [4 ગુણ]
જવાબ: (વિદ્યાર્થીએ આકૃતિ દોરવી).
મુખ્ય ભાગો:
1. કોર્નિયા: આંખનો પારદર્શક આગળનો ભાગ.
2. આઈરિસ: કીકીનું કદ નાનું-મોટું કરે છે (આંખનો રંગ નક્કી કરે છે).
3. કીકી: આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે.
4. નેત્રમણી (લેન્સ): પ્રકાશનું વક્રીભવન કરી રેટિના પર પ્રતિબિંબ રચે છે.
5. રેટિના: વસ્તુનું પ્રતિબિંબ ઝીલે છે અને દ્રષ્ટિ ચેતા મારફતે મગજને સંદેશો મોકલે છે.
2. ખેતી પદ્ધતિના સોપાનો ક્રમમાં જણાવો અને 'સિંચાઈ' વિશે ટૂંકનોંધ લખો. [4 ગુણ]
જવાબ:
ખેત પદ્ધતિના સોપાનો: ભૂમિને તૈયાર કરવી → રોપણી → કુદરતી/કૃત્રિમ ખાતર આપવું → સિંચાઈ → નિંદણથી રક્ષણ → લણણી → સંગ્રહ.

સિંચાઈ: સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. મુખ્ય પદ્ધતિઓમાં ફુવારા પદ્ધતિ (અસમતલ જમીન માટે) અને ટપક પદ્ધતિ (પાણીની અછત વાળા વિસ્તાર માટે) શ્રેષ્ઠ છે.
© 2026 NJ Classes - Best of Luck for Exam!

લેખની ઉપરની જાહેરાત

લેખની વચ્ચેની જાહેરાત 1

લેખની વચ્ચેની જાહેરાત 2

લેખની નીચેની જાહેરાત

NJ Classes App ડાઉનલોડ કરો

Std 1 to 12 Govt Exam MCQ Edu Games

ધોરણ 1 થી 12 નું સંપૂર્ણ મટિરિયલ, સરકારી ભરતી માટે MCQ ટેસ્ટ અને જ્ઞાન સાથે ગમ્મત આપતી ગેમ્સ. આજે જ ફ્રી ડાઉનલોડ કરો!

કેટલા પ્રશ્નો રમવા છે?

પાઠ્યપુસ્તક
લોડ થઈ રહ્યું છે...
0 / 0
વિડીયો પ્લેયર લોડ થાય છે...
અત્યારે ચાલુ છે

...

સમજૂતી લોડ થાય છે...
તમારે શું શીખવું છે?

થીયરી અને સૂત્રો

પ્રકરણની બેઝિક સમજૂતી અને અગત્યના સૂત્રો

ઉદાહરણના દાખલા

ચોપડીના તમામ ઉદાહરણની સરળ ગણતરી

સ્વાધ્યાયના દાખલા

સ્વાધ્યાયના પ્રશ્નોનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉકેલ

...

તમારો અભ્યાસ હવે સ્માર્ટ! 🚀

ધોરણ 1 થી 12 નું તમામ મટિરિયલ અને સરકારી પરીક્ષા ની બેસ્ટ તૈયારી હવે એક જ ઍપમાં.

100% ફ્રી ફાસ્ટ ગેમ્સ
અત્યારે જ ડાઉનલોડ કરો

શું તમને NJ Classes ગમે છે? 😍

અમે તમારા અભ્યાસને સરળ બનાવવા સતત મહેનત કરીએ છીએ. શું તમને આ એપ ઉપયોગી લાગી રહી છે?

અમને 5-સ્ટાર રેટિંગ આપો! ⭐

તમારો એક નાનકડો રિવ્યુ અમને હજુ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે. પ્લે સ્ટોર પર તમારો કિંમતી સમય આપીને રેટિંગ જરૂર આપો.

Ad-Blocker અથવા Private DNS ચાલુ છે!

અમારી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માટે જાહેરાતો જરૂરી છે. કૃપા કરીને તમારા ફોનના સેટિંગ્સમાંથી Private DNS (જેમ કે dns.adguard.com) અથવા Ad-Blocker એપ બંધ કરો અને ફરી પ્રયાસ કરો.

સેવ કરેલું મટિરિયલ

Profile
Menu

Welcome!

NJ Classes

લીડરબોર્ડ
સેવ કરેલું

🏆 લીડરબોર્ડ

લૉગિન / સાઇન-અપ

--- અથવા (OR) ---

પ્રોફાઈલ અપડેટ