Nitesh Jogal
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! Nj Classes માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારો અને આ પ્લેટફોર્મનો એકમાત્ર ઉદ્દેશ્ય ગુજરાતના દરેક ખૂણે બેઠેલા વિદ્યાર્થીને ઉચ્ચ ગુણવત્તાવાળું અને એકદમ સરળ શિક્ષણ પૂરું પાડવાનો છે. ડિજિટલ માધ્યમનો સદુપયોગ કરીને આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે ધોરણ 1 થી 12 ના દરેક વિદ્યાર્થીનો પાયો મજબૂત બને અને તેઓ ભણતરને બોજ નહીં, પરંતુ એક રસપ્રદ સફર માને.
અમારી એપ્લિકેશનની વિશેષતાઓ
સંપૂર્ણ અને અપડેટેડ મટીરીયલ
ધોરણ 1 થી 12 નું તમામ વિષયોનું મટીરીયલ અને ગુજરાત બોર્ડના નવા અભ્યાસક્રમ મુજબના પાઠ્યપુસ્તકો હવે તમારા મોબાઈલમાં ગમે ત્યારે વાંચવા માટે ઉપલબ્ધ છે.
સરળ સમજૂતી અને આકૃતિઓ
વિજ્ઞાન કે અન્ય વિષયોના અઘરા લાગતા મુદ્દાઓને માત્ર ગોખવાને બદલે, પ્રોપર કલરફુલ આકૃતિઓ અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે.
MCQ સોલ્યુશન અને ઓનલાઇન ટેસ્ટ
બોર્ડની પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક તૈયારીઓ માટે દરેક પ્રકરણના અગત્યના MCQ નું સોલ્યુશન અને તમારી પોતાની તૈયારી ચકાસવા માટે ખાસ ટેસ્ટ સિસ્ટમ.
સ્માર્ટ વિડીયો લેક્ચર્સ
વાંચીને ન સમજાય તેવા ટોપિક્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો લેક્ચર્સ, જેમાં એક શિક્ષક તરીકે હું તમને ક્લાસરૂમ જેવો જ અનુભવ આપીશ.
ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી
અમારી વેબસાઇટ અને એપ્લિકેશન પર ઉપલબ્ધ સ્પેશિયલ મટીરીયલ અને પ્રશ્નો દ્વારા સરકારી પરીક્ષાઓની શ્રેષ્ઠ અને સચોટ તૈયારી કરો.
ગેમ્સ રમીને શીખો (Play & Learn)
ભણતરને વધુ રસપ્રદ બનાવવા માટે અમારી પાસે શૈક્ષણિક ગેમ્સ પણ ઉપલબ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ રમતા-રમતા સરળતાથી નવું શીખી શકે.
ટેક્સ્ટ-ટુ-વોઇસ સુવિધા
વાંચવામાં કોઈ પ્રશ્ન હોય તો ચિંતા ન કરો! અમારી ટેક્સ્ટ-ટુ-વોઇસ સુવિધા દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ ટોપિકને સરળતાથી સાંભળી પણ શકે છે.